હે મહા તપસ્વી પધારો, ધન્ય તપસ્વી પધારો,
આંગણે પધારો.. આજ તમે શાસનના
શણગારા થઇને પધારો.. (1)
હે રુમઝૂમ રુમઝૂમ આવો,
પાવન પગલાં પાડો,
આંગણે પધારો…
આજ તમે વીરના સાચા વારસ થઇને પધારો.. (2)
હો.. સત્વ તમારું જોઇ અમારું,
મસ્તક ઝૂકે તમકોર, ભક્તિ ને ભાવની હેલી
જો વરસે, સહુ જન ભાવવિભોર, કર્મના
બંધન તોડી, તવ આતમને અજવાળો,
અણહારક પદને પામી, મુક્તિ પથ આપ બિરાજો.. (3)
હે મહા તપસ્વી પધારો, ધન્ય તપસ્વી પધારો,
આંગણે પધારો, આજ તમે શાસનના શણગારા
થઇને પધારો.. આજ તમે વીરના
સાચા વારસ થઇને પધારો…. (4)