jeni kiki kali chhe

જેની કીકી કાળી છે, નેં આંખ રુપાળી છે (2)

હો, આદિશ્વરનું મુખ મલકતું, રુપની પ્યાલી છે

મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે

જેની કીકી કાળી છે….

મરુદેવા માં હરખાવે…. હરખાવે

પુંડરિક સ્વામી, જેની આંખમાં આંખ મિલાવે,

શેત્રુંજી નદીના પાણી… હા પાણી,

લઇ આવે ને સંઘ તને નવરાવે,

એનાં ઉપર છાયા કરવા રાયણ ડાળી છે

મંદિરોની નગરીમાં જાહોજલાલી છે…

જેની કીકી કાળી છે…. નેં આંખ રુપાળી છે..

અહીં કહેનારા છે ઝાઝા.. હાં ઝાઝા..

સાંભળનારા એક ઋષભ મહારાજા,

કોઇ વાતો કરતું ગાતું… છલકાતું,

કોઇ મારા જેવું આંસું માં અટવાતું,

સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે

મંદિરોની નગરીમાં જાહોજલાલી છે

જેની કીકી કાળી છે.. નેં આંખ રુપાળી છે..

તમે શ્વાસ લઇને બેઠાં.. હાં બેઠાં

પણ મારા તો શ્વાસ થઇને બેઠાં

તુજ દ્વાર બજે શહેનાઇ… શહેનાઇ

મારા હૈયાની, ઋષભ સંગ સગાઇ,

ઋષભ કથા તો “ઉદયરત્ન” ને વ્હાલી વ્હાલી છે

મંદિરોની નગરીમા જાહોજલાલી છે

જેની કીકી કાળી છે.. નેં આંખ રુપાળી છે..

By admin

Leave a Reply