પર થી થયા પરાયા, અમે સ્વ ના સગા થયા,
સંસાર નો સાર સમજી, પરમ ના પથિક થયા,
આતમ થયો ઉજાગર, પરમાત્મા થવા….
સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો અહેસાસ…
કાયા નો મેલ ધોવા, કેટલા ભવો કર્યા,
આતમ નો મેલ ધોવા, ગુરુ ના ચરણ મળ્યા,
ગુરુના વચનથી જાણે, સિધ્ધિ ના દ્વાર ખુલ્યા,
સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો અહેસાસ…
દુનિયા ની દ્રષ્ટિ છૂટી, અંતર ના નયન ખુલ્યા,
પ્રભુ ને પામવા હવે, પલ પલ તરસી રહ્યા,
પ્રીત પરમ ની પામવા, પ્રભુના પગલે ચાલ્યા,
સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો અહેસાસ…
જગમાં મારું ન કોઇ, એ સત્ય ને સમજી ગયા,
આ આતમ એક જ મારો, એ સત્ય ને જાણી ગયા,
વીતરાગી જેવા બનવા, અમે વૈરાગી થયા,
સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો અહેસાસ…