Ashtprakari Puja na Duha

1. જળપૂજા :

જળ પૂજા જુગતે કરો,

મેલ અનાદિ વિનાશ ;

જળ પૂજા ફલ મુજ હજો,

માંગો એમ પ્રભુ – પાસ.

ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલં યજામહે સ્વાહા.

2. ચંદન પૂજા :

શીતલ ગુણ જેમાં રહ્યો,

શીતલ પ્રભુ મુખ રંગ ;

આત્મ શીતલ કરવા ભણી,

પૂજો અરિહા અંગ.

ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, ચંદનં યજામહે સ્વાહા.

Also Read: નવ અંગ પૂજાના દુહા

3. પુષ્પ પૂજા :

સુરભિ અખંડ કુસુમ ગ્રહી,

પૂજો ગત સંતાપ ;

સમ – જંતુ ભવ્ય જ પરે,

કરીએ સમકિત – છાપ.

ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, પુષ્પં યજામહે સ્વાહા.

4. ધૂપ પૂજા :

ધ્યાન ઘટા પ્રગટાવીએ,

વામ – નયન જિન ધૂપ;

મિચ્છત્ત દુર્ગંધ દૂરે ટળે,

પ્રગટે આત્મ – સ્વરૂપ.

ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, ધૂપં યજામહે સ્વાહા.

5. દીપક પૂજા :

દ્રવ્ય – દીપક સુવિવેકથી,

કરતાં દુ:ખ હોય ફોક ;

ભાવ – પ્રદીપ પ્રગટ હુએ,

ભાસિત લોકાલોક.

ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, દીપં યજામહે સ્વાહા.

6. અક્ષત પૂજા :

શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી,

નંદાવર્ત વિશાળ ;

પૂરી પ્રભુ સન્મુખ રહો,

ટાળી સકળ જંજાળ.

ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, અક્ષતં યજામહે સ્વાહા.

7. નૈવેદ્ય પૂજા :

અણાહારી પદ મેં કર્યા,

વિગ્ગહ – ગઈય અનંત ;

દૂર કરી તે દીજીએ,

અણાહારી શિવ સંત.

ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, નેવૈદ્યં યજામહે સ્વાહા.

8. ફળ પૂજા :

ઇન્દ્રાદિક પૂજા ભણી,

ફળ લાવે ધરી રાગ;

પુરુષોત્તમ પૂજી કરી,

માંગે શિવ – ફળ – ત્યાગ.

ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, ફલં યજામહે સ્વાહા.

By admin

Leave a Reply