એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં,

મિત્ર માનું બધા જીવને, ભાવ જાગ્યા છે મારા હ્રદયમાં…

વેરવૃતિની જવા્ળા ઉપર, ધારા વરસી રહી મેઘની,
કુણા કુણા ક્ષમાભાવના, ફૂટ્યા અંકુર મારા હ્રદયમાં,
એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં..
ઠંડો સુરમો અંજાઇ ગયો, રાતા ધગધગતા લોચન અહીં.. (2)
ક્રોધ આવ્યો તો એના ઉપર, પ્રેમ પ્રગટ્યો છે મારા હ્રદયમાં,
એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં..
જેની જાગી’તી ઇર્ષ્યા મને, એની ઇચ્છું છું પ્રગતિ હવે.. (2)
સુખ એનું એ માણે ભલે, બળું શાને હું મારા હ્રદયમાં,
એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં..
કરે નુકશાન જેઓ મને, એ તો કેવળ નિમિત્તો બધા… (2)
ભાગ ભજવે છે મારા કરમ, સાચું સમજાયું મારા હ્રદયમાં,
એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં,
મિત્ર માનું બધા જીવને, ભાવ જાગ્યા છે મારા હ્રદયમાં…
એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં,
પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં..