( રાગઃ મને યાદ આવશે તારો સથવારો)
વિરતીની દુનિયા લાગે છે પ્યારી,
આ ઉપધાનમાં મારી પ્રીત બંધાઇ..
આસ્વાદ મળે છે, અહીં સાધુ જીવનનો,
નિષ્પાપ વહે છે, આ સમય જીવનનો..
મન મસ્ત રહે છે, મન સ્વસ્થ રહે છે,
નિશદિન હૈયામાં, શુભ ભાવ વહે છે..
કણકણમાં આનંદ રહ્યો છલકાઇ,
આ ઉપધાનમાં મારી પ્રીત બંધાઇ…
સો ખમાસમણ ને, સો કાઉસ્સગ્ગ કરતાં,
વીસ નવકારવાળી, મન દઇને ગણતાં..
આળસ ત્યજી ને, જે સાધના કરતાં,
તેના સહુ પાપો, એક સાથે જલતાં..
સમતાનો રંગ રહ્યો આજ રંગાઇ,
આ ઉપધાનમાં મારી પ્રીત બંધાઇ…