navpad oli vidhi

આ મહામંગલકારી શ્રી નવપદજી ની ઓળીનો પ્રારંભ કરનારે પ્રથમ આસો માસની ઓળી થી શરુઆત કરવી. તિથિની વધઘટ ન હોચ તો આસો સુદ -7 અગર ચૈત્ર સુદ – 7 અને વધઘટ હોય તો સુદ – 6 અગર સુદ – 8 થી શરુ કરવી. તે સુદ 15 સુધી નવ આયંબિલ કરવા. અને સાડા ચાર વર્ષ લાગટ નવ ઓળી અવશ્ય કરવી..

નવ દિવસ કરવાની સામાન્ય ક્રિયાઓઃ

1. એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠી મંદ – સ્વરે ઉપયોગથી રાત્રિ પ્રતિક્રમણ કરવું.

2. પદના ગુણની સંખ્યા પ્રમાણે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો.

3. લગભગ સૂર્યોદયને સમયે પડિલેહણ કરવું.

4. આઠ થોય વડે દેવવંદન કરવું.

5. શ્રી સિદ્ધચક્રના યંત્રની વાસક્ષેપ વડે પૂજા કરવી.

6. નવ જુદા જુદા દેરાસરે, અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન કરવા.

7. ગુરુવંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચક્ખાણ કરવું.

8. નાહી, શુદ્ધ થઇ શ્રી જિનેશ્વરની સ્નાત્ર તથા અષ્ટપ્રકારી પૂજા કરવી.

9. જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરવા અને તેના પર ફળ અને નૈવેદ્ય યથાશક્તિ ચડાવવા.

10. બપોરના આઠ થોયનું દેવવંદન કરવું.

11. દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા દઇ ખમાસમણાં દેવાં.

12. સ્વસ્થાનકે આવી પચ્ચક્ખાણ પારી આયંબિલ કરવું.

13. આયંબિલ કર્યા પછી ત્યાં જ તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. પછી ચૈત્યવંદન કરી પાણી વાપરવું. ઠામ ચઉવિહાર પચ્ચક્ખાણ કરનાર ને ચૈત્યવંદન કરવાની જરુર નથી.

14. સાંજે સૂર્યાસ્ત પહેલાં પડિલેહણ કરી , આઠ થોય વડે દેવવંદન કરવું.

15. જે દિવસે જે પદની આરાધના હોય તેની 20 નવકારવાળી ગણવી.

ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનાઓઃ

1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહિ.

2. આ દિવસોમાં આરંભોનો ત્યાગ કરવો અને કરાવવો. બની શકે તેટલી અહિંસા પળાવવી.

3. દેવપૂજનના કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખવો.

4. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવું. કુર્દષ્ટિ પણ કરવી નહિ.

5. જતાં – આવતાં ઇર્યાસમિતિનો ખાસ ઉપયોગ કરવો.

6. કોઇપણ ચીજ લેતાં – મૂકતાં કટાસણું, સંથારીયું પાથરતાં યતનાપૂર્વક પૂંજવા – પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.

7. આયંબિલ કરતી વખતે આહાર સારો યા ખરાબ હોય તેના ઉપર રાગ – દ્વેષ કરવો નહિ. વાપરતાં ‘સુર સુર’અથવા ‘ચળ ચળ’ અવાજ કરવો નહિ. અને એંઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.

8. ચૌદ નિયમો હંમેશા ધારવા ઉપયોગ કરવો.

9. પાણી પીધા પછી પ્યાલો તુરત લૂંછી નાખવો. તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉત્પતિ થાય છે.

10. થાળી, વાટકા વગેરે તમામ વાસણો નામ વિનાનાં તથા વસ્ત્રો ધોયેલા વાપરવાં, સાંધેલા- ફાટેલાં ન વાપરવાં.

11. દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી.

બાંધેલા કર્મોને કરવા છે નીલ, આવતા કર્મોને લગાવવું છે સીલ,

પરભવનું પુણ્યબાંધી કરવું છે વીલ, તો કરી લો તપ આયંબિલ…

શ્રી નવપદ ઓળીની આરાધનાઃ

તપ અને ક્રિયાની વિસ્તૃત માહિતીઃ

1. પ્રથમ દિવસઃ

 • શ્રી અરિહંત પદ આરાધના (રંગ – સફેદ વર્ણ)
 • 12 લોગસ્સનો કાઉસગ્ગ
 • 12 પ્રદક્ષિણા
 • 12 ખમાસમણા
 • 12 સાથિયા
 • ભાતનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો અરિહંતાણં

2. દ્વિતીય દિવસઃ

 • શ્રી સિદ્ધપદની આરાધના (રંગ – લાલ વર્ણ)
 • 8 લોગસ્સનો કાઉસગ્ગ
 • 8 પ્રદક્ષિણા
 • 8 ખમાસમણા
 • 8 સાથિયા
 • ઘઉંનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો અરિહંતાણં

3. તૃતીય દિવસઃ

 • શ્રી આચાર્ય પદની આરાધના (રંગ – પીળો વર્ણ)
 • 36 લોગસ્સનો કાઉસગ્ગ
 • 36 પ્રદક્ષિણા
 • 36 ખમાસમણા
 • 36 સાથિયા
 • ચણાની દાળનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો આયરિયાણં

4. ચતુર્થ દિવસઃ

 • શ્રી ઉપાધ્યાય પદની આરાધના (રંગ – નીલો વર્ણ)
 • 25 લોગસ્સનો કાઉસગ્ગ
 • 25 પ્રદક્ષિણા
 • 25 ખમાસમણા
 • 25 સાથિયા
 • મગનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો ઉવજ્ઝાયાણં

5. પાંચમો દિવસઃ

 • શ્રી સાધુ પદની આરાધના (રંગ – શ્યામ વર્ણ)
 • 27 લોગસ્સનો કાઉસગ્ગ
 • 27 પ્રદક્ષિણા
 • 27 ખમાસમણા
 • 27 સાથિયા
 • કાળી અડદનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો લોએ સવ્વસાહૂણં

6. છઠ્ઠો દિવસઃ

 • સમ્યગ્ દર્શનની આરાધના (રંગ – સફેદ વર્ણ)
 • 67 લોગસ્સનો કાઉસગ્ગ
 • 67 પ્રદક્ષિણા
 • 67 ખમાસમણા
 • 67 સાથિયા
 • ભાતનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો દંસણસ્સ

7. સાતમો દિવસઃ

 • સમ્યગ્ જ્ઞાન પદની આરાધના (રંગ – સફેદ વર્ણ)
 • 51 લોગસ્સનો કાઉસગ્ગ
 • 51 પ્રદક્ષિણા
 • 51 ખમાસમણા
 • 51 સાથિયા
 • ભાતનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો નાણસ્સ

8. આઠમો દિવસઃ

 • સમ્યગ્ ચારિત્ર પદની આરાધના (રંગ – સફેદ વર્ણ)
 • 70 લોગસ્સનો કાઉસગ્ગ
 • 70 પ્રદક્ષિણા
 • 70 ખમાસમણા
 • 70 સાથિયા
 • ભાતનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો ચારિત્તસ્સ

9. નવમો દિવસઃ

 • સમ્યગ્ તપ પદની આરાધના (રંગ – સફેદ વર્ણ)
 • 50 લોગસ્સનો કાઉસગ્ગ
 • 50 પ્રદક્ષિણા
 • 50 ખમાસમણા
 • 50 સાથિયા
 • ભાતનું આયંબિલ
 • 20 નવકારવાળી – ॐ ર્હી નમો તવસ્સ

By admin

Leave a Reply