Tu mane bhagwan - તું મને ભગવાન એક વરદાન આપી દે..

5 min read
Tu mane bhagwan - તું મને ભગવાન એક વરદાન આપી દે..

તું મને ભગવાન એક વરદાન આપી દે..

જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે..

તું મને ભગવાન…(1)

If you want to listen click below :

હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન,

જીન્દગીનું નામ છે બસ બોજ ને બંધન

આખરી અવતારનું મંડાણ બાંધી દે..

જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે..

તું મને ભગવાન એક વરદાન આપી દે…(2)

આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ,

બેસૂરી થઇ જાય મારી પુણ્યની સરગમ,

દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે..

જયાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે..

તું મને ભગવાન એક વરદાન આપી દે…(3)

જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણસ

જોમ જાતા કોઇ અહિયાં ના કરે પોષણ,

મતલબી સંસારનું જોડાણ કાપી દે..

જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે..

તું મને ભગવાન એક વરદાન આપી દે…(4)

Ek Manorath Evo Chhe

Related Posts