Tu Prabhu Maro - તું પ્રભુ મારો હું પ્રભુ તારો....

5 min read
Tu Prabhu Maro - તું પ્રભુ મારો હું પ્રભુ તારો....

તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજ ને ના રે વિસારો,

મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો..

તું પ્રભુ મારો…

લાખ ચોરાશીમાં ભટકી પ્રભુજી, આવ્યો છું તારે શરણે હો જિનજી,

દુર્ગતિ કાપો, શિવસુખ આપો, સ્વામી સેવક જાણી નિહાળો..

તું પ્રભુ મારો…

If you want to listen click below :

અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે,

વામાનંદન જગનંદન પ્યારો, દેવ અનેરામાંહી તું છે ન્યારો…

તું પ્રભુ મારો…

પળ પળ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હી જિનેશ્વર,

પ્રાણ થકી તું અધિકો વ્હાલો, દયા કરી મુજને નાથ નિહાળો…

તું પ્રભુ મારો…

ભક્તિ વત્સલ તારું બિરુદ જાણી, કેડ ન છોડું લેજો જાણી,

ચરણોની સેવા હું નિત નિત ચાહું, ઘડી ઘડી હું મનમાં ઉમાહું..

તું પ્રભુ મારો…

જ્ઞાન વિમલ તુજ ભક્તિ પ્રતાપે, ભવોભવના સંતાપ સમાવે,

અમીય ભરેલી તારી મૂર્તિ નિહાળી, પાપ અંતરના દેજો પખાલી..

તું પ્રભુ મારો…

Uncha Uncha Shatrunjay Na Sikharo

Related Posts