18 paapsthanak stotra

પહેલે પ્રાણાતિપાત,

બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન,

ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ,

છઠ્ઠે ક્રોધ, સાતમે માન,

આઠમે માયા, નવમે લોભ,

દશમે રાગ, અગિયાર મે દ્વેષ,

બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન,

ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ અરતિ,

સોળમે પરપરિવાદ,

સત્તરમે માયામૃષાવાદ,

અઢારમે મિથ્યાત્વશલ્ય,

એ અઢાર પાપસ્થાનમાંહિ

મ્હારે જીવે જે કોઇ પાપ સેવ્યું હોય,

સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય,

તે સવિ હું મને, વચને, કાયાએ કરી

મિચ્છામિ દુક્કડં..

By admin

Leave a Reply