antarjami

અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે,

સાંભળીને આવ્યો હું તીરે, જન્મ – મરણ દુઃખ વારો….

સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,

આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…..1

સહુકોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો રે ;

એહવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરે ?….

સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,

આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…..2

ચોવીશ જિન લાંછન ચૈત્યવંદન

સેવક ને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો રે ;

કરુણાસાગર કેમ કહેવાશો ? જો ઉપકાર ન કરશો…

સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,

આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…..3

લટપટનું હવે કામ નહિં છે, પ્રત્યક્ષ દરિશન દીજે રે ;

ધુમાડે ધીજું નહિ સાહેબ, પેટ પડ્યાં પતિજે……

સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,

આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…..4

શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન

શ્રી શંખેશ્વર મંડળ સાહેબ, વિનતડી અવધારો રે ;

કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગર થી તારો….

સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,

આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…..5

By admin

Leave a Reply