Sona Rupa na Kalase

સોના રૂપાના કળશે, પ્રભુ ને ન્હવરાવો હરશે;

પાવન નદી ઓના પાણી, દેવો લાવ્યા છે ટાળી;

આ ધારા તો….. પુણ્ય ની ધારા છે…..

પ્રભુજી તો…..મ્હારા છે……..

વાદળ ઉમટે રોજ ગગનમાં, અભિષેક જળ ભરવા;

હું પંચેન્દ્રિય છું પણ ચાહું, એકેન્દ્રિય પદ ધરવા;

તારા અંગ અંગના સ્પર્શે, ખડ ખડ થઈ ને હું નાચું;

તારી અભિષેક પૂજા માં, હૂં એજ વિચારે રાચું;

આ ધારા તો….. પુણ્ય ની ધારા છે…..

Also Read: અષ્ટપ્રકારી પૂજાના દુહા

દેવોની દુનિયા નો મેળો, લાગ્યો છે આકાશે;

સ્પર્શ તમારો પામી સ્વામી, મેરુ પણ ભિંજાશે;

અભિષેકની રંગ છટાઓ, તવ મસ્તક પર વહેતી;

એ જોવા દેવની, જાણે અનિમેષ રહેતી;

આ ધારા તો….. પુણ્ય ની ધારા છે…..

રોજ પરોઢે જળની ધારા, થઈ ને ચરણ પખાણું;

સૂર્ય ઉદય ના તેજે ચમકે, મુખડું તારું રૂપાળું;

લઈ આવું મેઘ સવારી, ભરી લાવું જળની ધારી;

પક્ષાલ પૂજા માં આજે, લાવું કળશો શણગારી;

આ ધારા તો….. પુણ્ય ની ધારા છે…..

Also Read: નવ અંગની પૂજાના દુહા

સોના રૂપાના કળશે, પ્રભુ ને ન્હવરાવો હરશે;

પાવન નદી ઓના પાણી, દેવો લાવ્યા છે ટાળી;

આ ધારા તો….. સમકિત ની માળા છે..

પ્રભુજી તો…..પ્યારા છે…….. મ્હારા છે… પ્યારા છે…

By admin

Leave a Reply