વૃષભ લંછન ઋષભ દેવ, અજિત લંછન હાથી,
સંભવ લંછન ઘોડલો, શિવપુરનો સાથી… (1)
અભિનંદન લંછન કપિ, કૌંચ લંછન સુમતિ,
પદ્મ લંછન પદ્મપ્રભ, સેવ્યો દે સુગતિ…(2)
સુપાર્શ્વ લંછન સાથિયો, ચંદપ્રભ લંછન ચંદ,
મગર લંછન સુવિધિ પ્રભુ, શ્રીવત્સ શીતલ જિણંદ…(3)
લંછન ખડગી શ્રેયાંસને, વાસુપૂજ્ય ને મહિષ,
સુવર લંછન વિમલદેવ, ભવિયા તે નમો શીષ…..(4)
સિંચાણો જિન અનંતને, વજ્ર લંછન શ્રી ધર્મ,
શાંતિ લંછન મૃગલો, રાખે ધર્મનો મર્મ……(5)
કુંથુ નામ જિન બોકડો,અરજિન નંદાવર્ત,
મલ્લિ કુંભ વખાણીયે, સુવ્રત કચ્છપ ધર્ત …. (6)
નમિ જિનને નીલકમલ, પામીયેપદકજ માંહી,
શંખ લંછન પ્રભુ નેમની, દીસે ઉંચે ત્યાંહી…. (7)
પાર્શ્વનાથ ચરણ સર્પ, નીલવરણ શોભિત,
સિંહ લંછન કંચન તનુ, વર્ઘમાન વિખ્યાત…. (8)
એણી પેરે લંછન ચિંતવીએ, ઓળખીએ જિનરાય,
જ્ઞાન વિમળ પ્રભુ સેવતા, લક્ષ્મી રતન સૂરિરાય….(9)