bapji maharaj sattavisa

શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા ના સત્તાવીશા

સિદ્ધિ સૂરીશ્વર નામ તુમ્હારા,

કર દો બેડા પાર હમારા ।

તુમ હી હમારે હો ગુરુ ! જ્ઞાતા,

જિનશાસન મેં તુમ હી વિખ્યાતા ।।1।।

વિક્રમ સંવત ઓગણીસ અગ્યારા,

શ્રાવણ સુદ પૂનમ દિન સારા ।

અમદાવાદ મેં જન્મ તુમ્હારા,

મનસુખલાલ પિતા કા પ્યારા.. ।।2।।

ધન્ય ઉજમ બા માત તુમ્હારી,

ઐસે પ્રગટ ભયે અવતારી ।

ષટ્ ભ્રાત એક બહની કા ભૈયા,

ચુનીલાલ તસ નામ રખવૈયા ।।3।।

શ્રાવક કુળ કે આપ દુલારે,

બાળપણ સે જ્ઞાન કે પ્યારે ।

માણેકચોક નિવાસ તુમ્હારો,

ખેતરપાળ નો ખાંચો સારો ।।4।।

બાલ્ય જીવન મેં સંત સમાના,

પૂજા દર્શન મેં મન માના ।

વર્ષ તેવીસ તક રહે સંસારી,

ચતુર ચંદના નૌતમ નારી ।।5।।

નિશદિન મન મેં ભક્તિ ભાવે,

ધર્મધ્યાન મેં મન લગાવે ।

વર્ષ દોય ઘર વાસા કિના,

સંયમ માર્ગ મેં મન ભીના ।।6।।

ગૃહ જીવન મેં મન નહીં માને,

કરી વાત નિજ નારી કાને ।

નારી ચંદન ચંદન સુગંધા,

છોડ દિયા સંસાર ધંધા.. ।।7।।

ઓગણીસ ચોત્રીસ વર્ષ વિચારે,

જેઠ વદી બીજ દિન સારે ।

રાજનગર મેં દીક્ષા લીની,

શ્રાવક જાતિ ઉજ્જવળ કિની ।।8।।

શુદ્ધ સંયમ કો રસ્તો સાધ્યો,

ગુરુ કૃપાસુ માર્ગ લાધ્યો ।

સિદ્ધિવિજયજી નામ ધરાવે,

ભજન ભક્તિ વિદ્યા મન ભાવે ।।9।।

સાલ ઓગણીસ સત્તાવન સારી,

સુરત નગરી કી બલિહારી ।

અષાઢ સુદ એકાદશી આવે,

સુરત પંન્યાસ ગણિ પદ પાવે ।।10।।

ધ્યાન જિનવર કા નિશદિન ધ્યાવે,

ગામ ગામ મેં જ્ઞાન સુણાવે ।

સંવત ઓગણીસ પંચોતેર આયા,

નગર મહેસાણે ભવિક મન ભાયા ।।11।।

મહા સુદી પાંચમ તિથિ સારી,

ઠાઠ – માઠ શું કરી તૈયારી ।

પૂજ્ય આચાર્ય પદવી દિની,

સકળ સંઘ મિલ શોભા લિની ।।12।।

ત્યાગ તપસ્યા તન મેં મન મેં,

નિશદિન ધ્યાન ધરે જીવન મેં ।

બહુત જન ઉપકારી બંકા,

જિનમત મેં બજવાયા ડંકા ।।13।।

પંચ મહાવ્રત કે તુમ ધારક,

અધમ જનો કે આપ ઉદ્ધારક ।

ધર્મ ધુરંધર નિરંતર ધ્યાની,

જય જય જય ગુરુવર ગુણ જ્ઞાની ।।14।।

સિદ્ધિ સિદ્ધિ જો નિત મુખ ગાવે,

રોગ શોક અરુ કષ્ટ મિટાવે ।

ધ્યાન ધરે સિદ્ધિ કા જો કોઇ,

તે ઘર લક્ષ્મી સદા સુખ હોઇ ।।15।।

ધ્યાન ધરે સિદ્ધિસૂરી કો મન મેં,

તરત રોગ મિટાવે તન મેં ।

લાગે જસ મન સિદ્ધિ કી લહરી,

ગુરુ ગુણ વ્યાખ્યા અતિશય ગહરી ।।16।।

પાવનકારી નામ તુમ્હારા,

ગુરુ મુખ વહતી જ્ઞાન કી ધારા ।

ઉઠ નિશ મેં નામ જો લેવે,

તો ચિત્ત મેં ચિંતા નહીં રેવે ।।17।।

ગામ ગામ મેં ગુરુવર ગાજે,

અત્યંત ઉપકાર કર્યા ગુરુરાજે ।

એંસી વર્ષ શત ઉંમર થાવે,

સિદ્ધાચલ ભેટણને જાવે ।।18।।

નહીં ડોળી કે નહીં સહારા,

અવધૂત યોગી ચાલણહારા ।

પેદલ ચલકર સિદ્ધિગિરિ જાવે,

આદિનાથ કા દરિસન પાવે ।।19।।

રાયણ પગલે પહિલા જાવે,

વંદન કરીને કર્મ ખપાવે ।

નવ ટૂંક નવ નિધિ આપે,

હેત હર્ષસુ રસ્તો કાપે ।।20।।

સિદ્ધિગિરિ કો મહિમા મોટો,

સભી તીર્થો મેં તીર્થ મોટો ।

ઇણ સમો નહીં જગ મેં જોટો,

ભેટ્યો નહીં તે માનવ ખોટો ।।21।।

વર્ષ તેત્રીસ વર્ષીતપ કીનો,

દેશો – દેશ ઉપદેશ બહુ દીનો ।

કાયમ જાપ અજપા કીનો,

સંયમ માર્ગ ઉજ્જવલ કર દીનો ।।22।।

તન સે મન સે રહે નિત્ય ત્યાગી,

લગન એક અરિહંત કી લાગી ।

ઐસે યોગી બડે બડભાગી,

ધન્ય ધન્ય હો સિદ્ધ વૈરાગી ।।23।।

ભારત વર્ષ મેં રત્ન સમાના,

ઉચ્ચ કોટી કે સંત મનમાના ।

ધર્મ વીર ગુરુ આપ અવતારી,

પ્રગટ ભયે ગુરુ પાવનકારી ।।24।।

આયુષ્ય માન નિત્ય રહે નીરોગી,

ભક્તિ ભાવ સમર્પણ કે યોગી ।

વર્ષ એકસો પાંચ કી ઉંમર,

ઘાતિક કાલ લગાઇ ઘુમ્મર ।।25।।

સંવત વીસ ઓર પન્નરા આવે,

સિદ્ધિસૂરીશ્વર સ્વર્ગે સિધાવે ।

ભાવે ભજતા વાંછા પૂરે,

નિત્ય જપંતા દુઃખડા ચૂરે ।।26।।

તીર્થ વાલવોડ / રાજનગર મેં મૂર્તિ તુમ્હારી,

આશા પૂરો ગુરુવર હમારી ।

ગુરુ સત્તાવીસા જો નર / નારી ગાવે,

ફૂલચંદ અતુલ ફળ પાવે ।।27।।

By admin

Leave a Reply