મુશ્કિલ ડગર છે લાંબો સફર છે, ચાહું છું તારો સાથ,

ઝાલ્યો છે તારો હાથ મેં પ્રભુજી હવે ના છોડું સાથ,

તારી મારી જે પ્રીતિ છે, મુજને લાગે મીઠી છે,

આવી પ્રીતની ગાંઠો, જગમાં ક્યાંય ના બીજી રે….

ચકોર ચાંદો જોઇને રાચે, મેઘને જોઇ મોરલો નાચે,

તેમજ જ્યારે તુજને નીરખું, મારું મનડું થૈ થૈ નાચે,

મારા રાજદુલ્હારા, મારી પ્રીતના ક્યારા,

મારા તારણહારા, મુજને પ્રાણથી પ્યારા,

હું તારો થઇ જાઉં, તું મારો થઇ જા,

બસ એટલું કરી આપ.. ઝાલ્યો છે તારો હાથ મેં પ્રભુજી…..1

સતી સીતાને લંકા માંથી ચુધ્ધ કરી શ્રી રામ બચાવે,

ગોકુલ જ્યારે પૂરમાં ડૂબે, ગિરી ઉપાડી શ્યામ બચાવે,

મારો રામ તું છે, મારો શ્યામ તું છે,

દુનિયાના આ દુ:ખોમાં મારો આરામ તું છે,

અનાથ બનીને રખડ્યો ઘણું હું,

હવે તું મળ્યો મને નાથ…. ઝાલ્યો છે તારો હાથ મેં પ્રભુજી…..2

મુશ્કિલ ડગર છે લાંબો સફર છે, ચાહું છું તારો સાથ,

ઝાલ્યો છે તારો હાથ મેં પ્રભુજી હવે ના છોડું સાથ…

By admin

Leave a Reply