samayik levani vidhi

(1) પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરીને ચરવળાથી જગ્યા પૂંજી ભૂમિ શુદ્ધ કરવી. ઊંચા આસને સ્થાપનાચાર્યઝી પધરાવવા અથવા સાપડા ઉપર પુસ્તક મૂકવું.

(2) પછી ડાબા હાથથી મુહપત્તિ પકડીને મુખ પાસે રાખવી. શક્ય હોય તો પૂર્વ કે ઉત્તરદિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાજી તરફ સીધો રાખી નવકાર અને પંચિદિય કહીને સ્થાપનાજી સ્થાપવા.

(3) પછી એક ખમાસમણ દઇને ઇરિયાવહિયા, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી (ન આવડે તો ચાર નવકાર) નો કાઉસ્સગ્ગ કરવો. પછી નમો અરિહંતાણ કહી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ કહેવો.

(4) પછી એક ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક મુહપત્તિ પડિલેહું ? આદેશ માંગી ગુરુ આદેશ આપે પછી ઇચ્છં કહીને મુહપત્તિનું પડિલેહણ કરવું..

(5) પછી એક ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક સંદિસાહું ? ગુરુ આદેશ આપે પછી, ઇચ્છં કહેવું.

(6) પછી એક ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક ઠાઉં ? ગુરુ આદેશ આપે પછી, ઇચ્છં કહી બે હાથ જોડીને એક નવકાર ગણવો.

(7) પછી બે હાથ જોડી મસ્તક નમાવીને ઇચ્છકારી ભગવન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવશોજી એમ કહી ગુરુ ભગવંત પાસે અથવા ગુરુ ભગવંત ન હોય તો વડિલ પાસે ‘કરેમિ ભંતે સૂત્ર’ ઉચ્ચરાવવું. કોઇ ના હોય તો જાતે બોલવું.

(8) પછી એક ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ બેસણે સંદિસાહું ? (ગુરુ આદેશ આપે) પછી ઇચ્છં કહેવું.

(9) પછી એક ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ બેસણે ઠાઉં ? (ગુરુ આદેશ આપે) પછી ઇચ્છં કહેવું.

(10) પછી એક ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સજઝાય સંદિસાહું ? (ગુરુ આદેશ આપે) પછી ઇચ્છં કહેવું.

(11) પછી એક ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સજઝાય કરું ? (ગુરુ આદેશ આપે) પછી ઇચ્છં કહેવું.

(12) પછી બે હાથ જોડીને ત્રણ નવકાર ગણવા.

(13) ત્યારબાદ બે ઘડી (48 મિનિટ) સ્થિર આસને બેસી સ્વાધ્યાય, ધર્મધ્યાન વગેરે કરવું.

By admin

Leave a Reply