samayik parvani vidhi

(1) પ્રથમ એક ખમાસમણ દઇને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં કહી ઇરિયાવહિયા, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી (ન આવડે તો ચાર નવકાર) નો કાઉસ્સગ્ગ કરવો. પછી નમો અરિહંતાણ કહી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ કહેવો.

(2) પછી એક ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? આદેશ માંગી ગુરુ આદેશ આપે પછી ઇચ્છં કહીને મુહપત્તિનું પડિલેહણ કરવું..

(3) પછી એક ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પડિલેહું ? ગુરુ આદેશ આપે પછી, યથાશક્તિ કહેવું.

(4) પછી એક ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પારું ? ગુરુ આદેશ આપે પછી, તહત્તિ એમ કહી,

(5) જમણો હાથ મુટ્ઠીવાળીને, હાથ ચરવળા ઉપર સ્થાપીને એક નવકાર અને સામાઇય-વયજુત્તો સૂત્ર કહેવું. પછી,

(6) (સ્થાપનાચાર્યજી ન હોય તો સામાયિક લેતી વખતે સ્થાપનાચાર્યજી સ્થાપેલ તે) જમણો હાથ પોતાની સામે સીધો સવળો રાખી એક નવકાર ગણીને સ્થાપનાચાર્યજીને ઉત્થાપીને યોગ્ય સ્થાને મૂકવા.

By admin

Leave a Reply