Taro Sathvaro - મને યાદ આવશે તારો સથવારો..
તારો ને મારો સંબંધ ન્યારો,
મને યાદ આવશે તારો સથવારો..
તારા રુપ ઉપર હું તો વારી જાઉં,
તારા ગુણોથી અંજાઇ જાઉં,
બસ ટગર મગર થઇ હું જોવું તુજને,
જડ આખી દુનિયા મળી ગઇ મુજને,
ડૂબતો હતો ને મળ્યો કિનારો,
મને યાદ આવશે તારો સથવારો…(1)
If you want to listen click below :
તારા મિલનની જે ક્ષણો હતી આ,
મુજ જન્મારાની શુભ પળો હતી આ,
એ ક્ષણો હ્યદયમાં કંડારી લીધી મેે.
આતમની શેરી શણગારી લીધી મે,
વસમો ઘણો છે આ વિયોગ તારો,
મને યાદ આવશે તારો સથવારો…(2)

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
7/12/2025 5 min read

