chaityavandan vidhi

1. સૌ પ્રથમ એક ખમાસમણ આપવું.

2. ત્યારબાદ ઇરિયાવહિયં, તસ્સ ઉત્તરી, અન્નત્થ સૂત્ર બોલવું.

ઇરિયાવહિયં સૂત્રઃ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં ।

ઇરિયાવહિયાએ, વિરાહણાએ, ગમણાગમણે, પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા – ઉત્તિંગ – પણગ – દગ, મટ્ટી મક્કડા – સંતાણા – સંકમણે, જે મે જીવા વિરાહિયા, એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિંયા, ચઉરિંદિંયા, પંચિંદિંયા, અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણં સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં..

તસ્સ ઉત્તરી સૂત્રઃ તસ્સ ઉત્તરી – કરણેણં, પાયચ્છિત્ત – કરણેણં, વિસોહી – કરણેણં, વિસલ્લી – કરણેણં, પાવાણં કમ્માણં નિગ્ઘાયણટ્ઠાએ, ઠામિ કાઉસ્સગ્ગં.

અન્નત્થ સૂત્રઃ અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઇએણં, ઉડ્ડુએણં, વાય – નિસગ્ગેણં, ભમલીએ, પિત્ત – મુચ્છાએ, સુહુમેહિં અંગ – સંચાલેહિં, સુહુમેહિં ખેલ – સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિ સંચાલેહિં, એવમાઇ એહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિયો, હુજ્જ મે કાઉસ્સગ્ગો, જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ, તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ..

3. પછી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી (ન આવડે તો ચાર નવકારનો ) કાઉસ્સગ્ગ કરવો. ‘નમો અરિહંતાણં’ કહી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ કહેવો.

લોગસ્સ સૂત્રઃ

લોગસ્સ ઉજ્જો-અગરે, ધમ્મ – તિત્થયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સં, ચઉવીસં પિ કેવલી,

ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ, પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે,

સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ – સિજ્જંસ – વાસુપુજ્જં ચ, વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિ ચ વંદામિ

કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ, વંદામિ રિટ્ઠ – નેમિં, પાસં તહ વદ્ધમાણં ચ

એવં મએ અભિથુઆ, વિહુય – રય – મલા – પહીણ – જર – મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ.

કિત્તિય – વંદિય – મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરુગ્ગ બોહિ – લાભં, સમાહિ – વરમુત્તમં દિંતુ

ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેસુ અહિયં પયાસ-યરા, સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ..

4. પછી ત્રણ ખમાસમણ આપવા.

5. ત્યારબાદ ડાબો ઢીંચણ ઉભો કરવો અને યોગમુદ્રામાં સકલકુશલવલ્લી બોલવું.

સકલકુશલવલ્લી સૂત્રઃ સકલ કુશલવલ્લી, પુષ્કરાવર્ત મેઘો, દુરિત – તિમિર ભાનુઃ, કલ્પ વૃક્ષો પમાનઃ, ભવજલ નિધિ પોતઃ, સર્વ સંપત્તિ હેતુઃ, સ ભવતુ સતતં વ શ્રેયસે શાંતિનાથઃ , શ્રેયસે પાર્શ્વનાથઃ ।।

6. ત્યારબાદ કોઇપણ ભગવાનનું ચૈત્યવંદન બોલવું.

ચૈત્યવંદનઃ ચોવીસ જિનના શરીરના વર્ણનું ચૈત્યવંદન

પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દો ઉજ્જવળ લહીયે.

મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરીખા.

સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ; ધીર-વિમલ-પંડિત તણો, જ્ઞાન વિમલ કહે શિષ્ય.

7. ત્યારબાદ જંકિંચિ, નમુત્થુણં બોલવું.

જંકિંચિ સૂત્રઃ જંકિંચિ નામ – તિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ, જાઇં જિણ – બિંબાઇં, તાઇં સવ્વાઇં વંદામિ..

નમુત્થુણં સૂત્રઃ

નમુત્થુણં અરિહંતાણં, ભગવંતાણં,

આઇગરાણં, તિત્થયરાણં, સયં – સંબુદ્ધાણં

પુરિસુત્તમાણં, પુરિસ-સીહાણં, પુરિસ – વર – પુંડરીઆણં, પુરિસ – વર – ગંધહત્થીણં,

લોગુત્તમાણં, લોગ-નાહાણં, લોગ-હિઆણં, લોગ – પઇવાણં, લોગ – પજ્જોઅગરાણં,

અભય – દયાણં, ચક્ખુ દયાણં, મગ્ગ – દયાણં, સરણ – દયાણં, બોહિ – દયાણં,

ધમ્મ – દયાણં, ધમ્મ – દેસયાણં, ધમ્મ – નાયગાણં, ધમ્મ – સારહીણં, ધમ્મ – વર – ચાઉરંત – ચક્કવટ્ટીણં,

અપ્પડિય – વર – નાણ – દંસણ – ધરાણં, વિયટ્ટ – છઉમાણં,

જિણાણં જાવયાણં, તિન્નાણં – તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં,

સવ્વન્નૂણં, સવ્વ – દરિસીણં, સિવ – મયલ – મરુઅ – મણંત – મક્ખય – મવ્વાબાહ – મપુણરાવિત્તિ, સિદ્ધિગઇ – નામધેયં, ઠાણં સંપત્તાણં, નમો જિણાણં, જિઅ ભયાણં,

જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિ ણાગએ કાલે; સંપઇ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ..

8. પછી (મુક્તાશુક્તિ મુદ્રામાં) જાવંતિ ચેઇઆઇં બોલવું.

જાવંતિ ચેઇઆઇં સૂત્ર- જાવંતિ ચેઇઆઇં, ઉઢ્ઢે અ અહે અ તિરિઅ – લોએ અ; સવ્વાઇં તાઇં વંદે, ઇહ સંતો તત્થ સંતાઇં..

9. ત્યારબાદ એક ખમાસમણ આપવું અને પછી (મુક્તાશુક્તિ મુદ્રામાં) જાવંત કે વિ સાહૂ બોલવું.

જાવંત કે વિ સાહૂ સૂત્રઃ જાવંત કે વિ સાહૂ, ભરહે – રવય – મહા – વિદેહે અ; સવ્વેસિં તેસિં પણઓ, તિ- વિહેણ તિ – દંડ વિરયાણં..

10. પછી નમોડર્હત્ (ભાઇઓએ જ બોલવું).

નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ।

11. પછી યોગમુદ્રામાં સ્તવન કહેવું.

સ્તવનઃ અંતરજામી સુણ અલવેસર

12. પછી જયવીયરાય સૂત્ર બોલવું. અર્ધ જયવીયરાય (આભવ મખંડા) સુધી (મુક્તાશુક્તિ મુદ્રા) રાખવી. ત્યારબાદ યોગમુદ્રામાં સૂત્ર પૂર્ણ કરવું.

જયવીયરાય સૂત્રઃ

જયવીયરાય ! જગ – ગુરુ ! હોઉં મમં તુહ પભાવઓ ભયવં !

ભવ – નિવ્વેઓ મગ્ગા – ણુસારિઆ ઇટ્ઠ – ફલ – સિદ્ધિ

લોગ – વિરુદ્વચ્ચાઓ, ગુરુજણ – પૂઆ, પરત્થકરણં ચ;

સુહ – ગુરુ – જોગો તવ્વયણ – સેવણા આભવમખંડા

વારિજ્જઇ જઇવિ નિયાણ – બંધણં વીયરાય ! તુહ સમએ;

તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણં.

દુકખખઓ કમ્મખઓ, સમાહિ – મરણં ચ બોહિલાભો અ;

સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ ! પણામ – કરણેણં.

સર્વ – મંગલ – માંગલ્યં, સર્વ કલ્યાણ – કારણં;

પ્રધાનં સર્વ ધર્માણાં ; જૈનં જયતિ શાસનમ્..

13. પછી ઉભા થઇને અરિહંત ચેઇઆણં, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો.

અરિહંત ચેઇઆણં સૂત્રઃ

અરિહંત – ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગં

વંદણ – વત્તિયાએ, પૂઅણ – વત્તિયાએ, સક્કાર – વત્તિયાએ, સમ્માણ – વત્તિયાએ, બોહિલાભ – વત્તિયાએ, નિરુવસગ્ગ – વત્તિયાએ, સદ્વાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્પેહાએ, વડ્ઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગં.

14. ‘નમો અરિહંતાણં’ કહી પારીને થોય કહેવી.

થોયઃ શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ;

મનવાંછિત પૂરણ સુરતરુ, જય વામાસુત ! અલવેસરુ.

દોય રાતા જિનવર અતિભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા;

દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા.

આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હૈડે રાખીઓ;

તેહનો રસ જેણે ચાખીઓ, તે હુવો શિવસુખ સાખીઓ.

ધરણેન્દ્ર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી;

સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી.

15. પછી એક ખમાસમણ આપી જમણો હાથ જમીન પર સ્થાપી અવિધિ આશાતનાનું મિચ્છામિ દુક્કડમ્ માંગવું.

By admin

Leave a Reply