snatra puja

સ્નાત્ર ભણાવતાં પહેલાંનો વિધિ

1. પ્રથમ પૂર્વ દિશાએ કે ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા સન્મુખ ત્રણ સુંદર બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું,

2. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથિયો કરી ઉપર ચોખા પૂરીને એટલે ચોખાનો સાથિયો કરી શ્રીફળ મૂકવું.

3. પછી તે જ બાજોઠ સામે પાટલા ઉપર બીજા ચાર સાથિયા કરી, તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પંચામૃત (દૂધ, દહીં, ઘી, જળ, અને સાકરનું મિશ્રણ કરી) ભરીને મૂકવા.

4. સિંહાસનના મધ્યભાગમાં કેસરનો સાથિયો કરી, ચોખા પૂરી રુપનાણું મૂકી, ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુના પરિકરવાળા પ્રતિમાજી પધરાવવા.

5. વળી પ્રતિમાજી આગળ બીજો સાથિયો કરી તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધરાવવા.

6. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઉંચો ઘી નો દીવો મૂકવો.

7. પછી સ્નાત્રિયાઓએ હાથે નાડાછડી બાંધી, હાથમાં પંચામૃત ભરેલો કળશ લઇને ઉભા રહેવું. ત્રણ નવકાર ગણી શરુઆત કરવી.

સ્નાત્ર – પૂજા – સાર્થ

નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ-સાધુભ્યઃ

કાવ્ય

સરસશાન્તિ સુધારસ સાગરં, શુચિતરં ગુણરત્ન મહાગરમ્;

ભવિક પંકજ બોધદિવાકરં, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વરમ્..1

દુહો

કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક,

મજ્જન પીઠે થાપીને, કરીએ જળ અભિષેક….2

(જમણે અંગુઠે પક્ષાલ કરી, અંગલૂછણાં કરી પૂજા કરી કુસુમાંજલિની થાળી લઇને ઉભા રહેવું)

ગાથા – આર્યા – ગીતિ

જિણજન્મ સમયે મેરુસિહરે, રયણ- કણયકલસેહિં;

દેવાસુરેહિં ણ્હવિઓ, તે ધન્ના જેહિં દિટ્ઠોસિ…..3

(જયાં જ્યાં કુસુમાંજલિ મેલો આવે, ત્યાં ત્યાં પ્રભુના જમણાં અંગુઠે કુસમાંજલિ મૂકવી)

(કાવ્યનો અર્થ – સરસ શાંતરસરુપી અમૃતના સમુદ્ર સમાન, અતિપવિત્ર, ગુણોરુપી રત્નનો ભંડાર, ભવ્ય પ્રાણીરુપી કમળોને બોધ કરવામાં સૂર્યસમાન એવા જિનેશ્વરદેવને હું હમેશ પ્રણામ કરું છું

દુહાનો અર્થ – ભગવંતના શરીર ઉપરથી (આગળના દિવસના ચઢાવેલ) ફૂલ – આચરણ વગેરે ઉતારી વિવેકપૂર્વક પ્રતિમાજીને ધારણ કરી સ્નાન કરાવવાના બાજોઠ ઉપર ઉત્થાપન કરી જળવડે અભિષેક કરીએ.

જિનેશ્વરના જન્મસમયે મેરુશિખર પર પરમાત્માને દેવો અને અસુરોએ રત્ન અને સુવર્ણના કળશો વડે અભિષેક કર્યો, તે મહોત્સવ જેમણે જોયો તે ધન્ય છે.

કુસુમાંજલિ – ઢાળ

નિર્મળ જળકળશે ન્હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,

કુસુમાંજલિ મેલો આદિ જિણંદા, સિદ્ધસ્વરુપી અંગ પખાલી,

આતમ નિર્મળ હુઇ સુકુમાલી – કુસુમાંજલિ મેલો…

ગાથા – આર્યા- ગીતિ

મચકુંદચંપમાલઇઃ કમલાઇ પુપ્ફપંચવણ્ણાઇં,

જગન્નાહ ન્હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિંતિ…

નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ

કુસુમાંજલિ – ઢાળ

રયણ – સિંહાસન જિન થાપીજે, કુુસુમાંજલિ પ્રભુચરણે દીજે,

કુસુમાંજલિ મેલો શાન્તિ જિણંદા….

દુહો

જિણ તિહું કાલય સિદ્ધની , પડિમા ગુણભંડાર;

તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર…7

નમોર્હત્ – સિદ્ધાચાર્યોપાધ્યાય – સર્વસાધુભ્યઃ

કૃષ્ણાગરુ વર ધૂપ ધરીજે, સુગંધકર કુસુમાંજલિ દીજે;

કુસુમાંજલિ મેલો નેમિ જિણંદા….8

ગાથા – આર્યા – ગીતિ

જસુ પરિમલબલ દહદિસિ , મહુકરઝંકારસદ્સંગીયા;

જિણચલણોવરિ મુક્કા , સુરનર કુસુમાંજલિ સિદ્ધા…..9

નમોર્હત્ – સિદ્ધાચાર્યોપાધ્યાય – સર્વસાધુભ્યઃ

પાસ જિણેસર જગ જયકારી, જલથલ ફૂલ ઉદક કરધારી;

કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિણંદા……10

મૂકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકુમાલ,

તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ…11

નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ

કુસુમાંજલિ – ઢાળ

વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત ઠવેવી,

કુસુમાંજલિ મેલો વીર જિણંદા…..12

વસ્તુ – છંદ

ન્હવણકાલે, ન્હવણકાલે, દેવદાણવ સમુચ્ચિય,

કુસુમાંજલિ તહિં સંઠવિય, પસરંત દિસિ પરિમલ સુગંધિય;

( શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતમાં જય કરનારા છે. તેમને જલ અને સ્થળમાં ઉત્પન્ન થયેલ ફૂલોને પાણી થી સાફ કરી હાથમાં લઇ કુસુમાંજલિ મૂકવી.)

જિણપયકમલે નિવડેઇ, વિગ્ઘહર જસ નામ મંતો,

અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ;

સા કુસુમાંજલિ સુહકરો, ચઉવિહ સંઘ વિશેષ,

કુસુમાંજલિ મેલો ચઉવીસ જિણંદા…..13

નમોર્હત્ – સિદ્ધાચાર્યોપાધ્યાય – સર્વસાધુભ્યઃ

કુસુમાંજલિ – ઢાળ

અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું;

કુસુમાંજલિ મેલો ચોવીસ જિણંદા….14

દુહો

મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીસ;

ભક્તિ કરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ……15

નમોર્હત્ – સિદ્ધાચાર્યોપાધ્યાય – સર્વસાધુભ્યઃ

કુસુમાંજલિ – ઢાળ

અપચ્છર મંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીર વિજય જયકારા;

કુસુમાંજલિ મેલો સર્વ જિણંદા……16

(સર્વ સ્નાત્રિયાઓએ પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી)

(પછી શ્રી શેત્રુંજયના નીચેના દુહા બોલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણ દઇ જગચિંતામણિનું ચૈત્યવંદન શરુ કરવું)

Also Read : શ્રી ભક્તામર સ્તોત્ર

એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ;

ઋષભ કરે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ….1

શત્રુંજય સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ;

ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ….2

સિદ્ધાચળ સમરું સદા, સોરઠ દેશ મોઝાર;

મનુષ્યજન્મ પામી કરી, વંદું વાર હજાર…..3

ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મત્થએણ વંદામિ !

(એમ ત્રણ વાર ખમાસમણ દેવાં)

શ્રી જગચિંતામણિનું ચૈત્યવંદન

ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઇચ્છં,

જગચિંતામણિ જગનાહ્, જગગુરુ જગરક્ખણ;

જગબંધવ જગસત્થવાહ, જગ ભાવ વિઅક્ખણ,

અટ્ઠાવય – સંઠવિઅરુવ કમ્મટ્ઠ વિણાસણ,

ચઉવીસંપિ જિણવર જયંતુ, અપ્પડિહયસાઅણ….1

કમ્મભૂમિહિંં કમ્મભૂમિહિં, પઢમસંઘયણિ,

ઉક્કોસય સત્તરિસય; જિણવરાણ વિહરંત લબ્ભઇ,

નવકોડિહિં કેવલીણ, કોડિસહસ્સ નવ સાહૂ ગમ્મઇ;

સંપઇ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ;

સમણહ કોડીસહસ્સદુઅ, થુણિજ્જઇ નિચ્ચવિહાણિ…..2

જયઉ સામિય જયઉ સામિય, રિસહસતુંજિ,

ઉજ્જિંતિ – પહુ નેમિજિણ, જયઉ વીર સચ્ચઉરિમંડણ;

ભરુઅચ્છહિં મુણિસુવ્વય, મુહરિપાસ દુહ – દુરિઅ – ખંડણ,

અવરવિદેહિં તિત્થયરા, ચિહું દિસિ વિદિસિ જિં કેવિ;

તિઆણાગય – સંપઇઅ, વંદુ જિણ સવ્વેવિ ……3

સત્તાણવઇ સહસ્સા, લક્ખા છપ્પન્ન અટ્ટકોડિઓ;

બત્તિસસય બાસિઆઇં તિઅલોએ ચેઇએ વંદે……..4

પનરસ કોડિસયાઇં, કોડિ બાયાલ લક્ખ અડવન્ના;

છત્તીસ સહસ અસિઇં, સાસય – બિંબાઇ પણમામિ……5

જંકિંચિ – સૂત્ર

જંકિંચિ નામતિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ;

જાઇં જિણબિંબાઇ, તાઇં સવ્વાઇં વંદામિ….1

નમુત્થુણં સૂત્ર

નમુત્થુણં અરિહંતાણં ભગવંતાણં. 1. આઇગરાણં, તિત્થયરાણં, સયંસંબુદ્ધાણં. 2. પુરિસુત્તમાણં, પુરસસીહાણં, પુરિસવર – પુંડરીઆણં, પુરિસવરગંધહત્થીણં. 3. લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિઆણં, લોગપઇવાણં; લોગપજ્જોઅગરાણં, 4 અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં,સરણદયાણં, બોહિદયાણં. 5 ધમ્મદયાણં, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણં, ધમ્મસારહીણં, ધમ્મવરચાઉરંત-ચક્કવટ્ટીણં. 6 અપ્પડિહયવરનાણ- દંસણધરાણં, વિઅટ્ટછઉમાણં. 7 જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં,બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં. 8 સવ્વન્નૂણં, સવ્વદરિસીણં, સિવ -મયલ-મરુણ-મણંત – મક્ખય – મવ્વાબાહ – મપુણરાવિત્તિ – સિદ્ધિગઇ નામધેયં ઠાણં સંપત્તાણં, નમો જિણાણં જિઅભયાણં. 9 જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિણાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ…10

જાવંતિ ચેઇઆઇં સૂત્ર

જાવંતિ ચેઇઆઇં, ઉડ્ઢે અ, અહે અ તિરિલોએ અ;

સવ્વાઇં, તાઇં વંદે, ઇહ સંતો તત્થ સંતાઇં..1

(પછી એક ખમાસમણ દેવું)

જાવંત કેવિ સાહૂ સૂત્ર

જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ;

સવ્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણં…..1

નમોર્હત્ – સિદ્ધાચાર્યોપાધ્યાય – સર્વસાધુભ્યઃ

ઉવસગ્ગહરં સ્તવન

ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ કમ્મઘણમુક્કં;

વિસહર – વિસનિન્નાસં, મંગલ-કલ્લાણં-આવાસં…1

વિસહર ફુલિંગમંતં, કંઠે ધારેઇ જો સયા મણુઓ;

તસ્સ ગહ – રોગમારી; દુટ્ઠજરા જંતિ ઉવસામં….2

ચિટ્ઠઉ દૂરે મંતો, તુજ્ઝ પણામો વિ બહુફલો હોઇ;

નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખદોગચ્ચં….3

તુહ સમ્મત્તે લદ્ધે, ચિંતામણિકપ્પપાય-વબ્ભહિએ;

પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામણં ઠાણં……..4

ઇઅ સંથુઓ મહાયસ ! ભત્તિબ્ભર-મિબ્ભરેણ હિયએણ;

તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ……5

શ્રી જયવીયરાય સૂત્ર

જયવીયરાય ! જગગુરુ, હોઉં મમં તુહ પભાવઓ ભયવં;

ભવનિવ્વેઓ મગ્ગાણુસારિયા ઇટ્ઠફલસિદ્ધી…..1

લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ ;

સુહગુરુજોગો, તવ્વયણ – સેવણા આભવમખંડા…..2

વારિજ્જઇ જઇ વિ નિયણ – બંધણ વીયરાય ! તુહ સમએ;

તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણં…….3

દુક્ખખઓ કમ્મખ, સમાહિમરણં ચ બોહિલાભો અ;

સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ પણામકરણેણં……4

સર્વ – મંગલ – માંગલ્યં, સર્વ-કલ્યાણકારણં;

પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્…….5

(પછી સ્નાત્રિયાઓએ હાથ ધૂપી હાથમાં કળશ લઇ મુખકોશ બાંધી ઉભા રહેવું)

દુહો

સયલ જિણેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ;

વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ….1

ઢાળ

સમકિતગુણ-ઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા;

વીશસ્થાનક-વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી…1

જો હોવે મુજ શક્તિ ઇસી, સવિ જીવ કરું શાસનરસી;

શુચિરસ ઢલતે તિહાં બાંધતા, તીર્થંકર – નામ નિકાચતા…..2

સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી;

ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે…..3

પટરાણી કુખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો;

સુખશચ્યાએ રજનીશેષે, ઉતરતાં ચૌદ સુપન દેખે……4

ઢાળ – ચૌદ સ્વપ્નની

પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઇટ્ઠો;

ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ….1

પાંચમે ફૂલની માળા, છટ્ઠે ચન્દ્ર વિશાળા;

રવિ રાતો ધ્વજ મ્હોટો, પૂરણ કળશ નહિ છોટો….2

દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર;

ભવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જિ….3

સ્વપ્ન લઇ જઇ રાયને ભાષે, રાજા અર્થ પ્રકાશે;

પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે…..4

વસ્તુ – છંદ

અવધિનાણે અવધિનાણે, ઉપન્યા જિનરાજ,

જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુસુખકાર;

મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મઉદય પરભાત સુંદર,

માતાપણ આણંદિયા, જાગતી ધર્મ વિધાન;

જાણંતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન….1

દુહો

શુભલગ્ને જિન જનમીયા, નારકીમાં સુખજ્યોત;

સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત….1

ઢાળ – કડખાની – દેશી

સાંભળો કળશ જિન – મહોત્સવનો ઇહાં,

છપ્પન કુમરી દિશિ વિદિશિ આવે તિહાં;

સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી,

તેણે સમે ઇન્દ્રસિંહાસન કંપતી……4

માય સુત નમીય, આણંદ અધિકો ધરે;

અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે….1

વૃષ્ટિ ગંધોદકે, અષ્ટ કુમરી કરે,

અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે;

અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી,

ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી….2

ઘર કરી કેળના, માય સુત લાવતી,

કરણ શુચિકર્મ જળ કળશે ન્હવરાવતી;

કુસુમ પૂંજી, અલંકાર પહેરાવતી;

રાખડી બાંધી જઇ, શયન પધરાવતી….3

નમીય કહે માય તુજ બાળ લીલાવતી,

મેરુ રવિ ચન્દ્ર લગે, જીવજો જગપતિ;

ઢાળ

જિન જન્મ્યાજી જિણ વેળા જનની ધરે,

તિણ વેળાજી ઇન્દ્રસિંહાસન થરહરે;

દાહિણોત્તરજી જેતા જિન જનમે યદા,

દિશિનાયકજી સોહમ ઇશાન બિહું તદા….1

ત્રોટક- છંદ

તદા ચિત્તે ઇન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો,

જિનજન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઉપન્યો;

સુઘોષ આદે ઘંટનાદે ઘોષણા સુરમેં કરે,

સવિ દેવી દેવા જન્મ મહોત્સવે આવજો સુરગિરિવરે….1

(અહીં ઘંટ વગાડવો)

ઢાળ

એમ સાંભળીજી સુરવર કોડી આવી મળે,

જન્મ મહોત્સવજી કરવા મેરુ ઉપર ચલે;

સોહમપતિજી બહુ પરિવારે આવીયા,

માય – જિનનેજી વાંદી પ્રભુને વધાવીયા…..1

( અહીં પ્રભુને ચોખાથી વધાવવા)

ત્રોટક – છંદ

વધાવી બોલે હે રત્નકુક્ષી ધારિણી તુજ સુતતણો,

હું શક્ર સોહમ નામે કરશું, જન્મમહોત્સવ અતિઘણો;

એમ કહી જિનપ્રતિબિંબ થાપી, પંચરુપે પ્રભુ ગ્રહી,

દેવદેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી…..1

ઢાળ

મેરુ ઉપરજી પાંડુક-વનમેં ચિહું દિશે,

શિલા ઉપરજી સિંહાસન મન ઉલ્લસે;

તિહાં બેસીજી શક્રે જિન ખોળે ધર્યા,

હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા….1

ત્રોટક

મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના,

માગધાદિ જળતીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના,

અચ્યુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે,

ક્ષીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મ મહોત્સવે….1

ઢાળ

સુર સાંભળીને સંચરીયા, માગધ વરદામે ચલીયા;

પદ્મદ્રહ ગંગા આવે, નિર્મલ જળકળશા ભરાવે…1

તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્રે જાતા;

જળકળશા બાહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે…2

સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં રકેબી સારી;

સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ…3

તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે;

કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે…4

ઢાળ

આતમ ભક્તિ મળ્યા કેઇ દેવા, કેત્તા મિત્તનુજાઇ,

નારીપ્રેર્યા વળી નિજ ફુલવટ, ધર્મી ધર્મસખાઇ;

જોઇસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે,

અચ્યુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે…1

અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો,

ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીંસેં ગુણા કરી જાણો;

સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર,

બાસઠ ઇન્દ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર….2

ચન્દ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિશ્રેણિ નરલોકો,

ગુરુસ્થાનક સુર કેરો એક જ સામાનિકનો એકો;

સોહમપતિ ઇશાનપતિના ઇન્દ્રાણીના સોળ,

અસુરની દશ ઇન્દ્રાણી, નાગની બાર કરે કલ્લોલ…..3

જ્યોતિષ વ્યંતર ઇન્દ્રની ચઉ ચઉ, પર્ષદા ત્રણનો એકો,

કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેકો;

પરચૂરણ સુરનો એક છેલ્લો, એ અઢીસેં અભિષેકો,

ઇશાન ઇન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો….4

તવ તસ ખોળે ઢવી અરિહાને, સોહમપતિ મનરંગે,

વૃષભ રુપ કરી શૃંગ જળે ભરી, ન્હવણ કરે પ્રભુ અંગે;

પુષ્પાદિક પૂંજીને છાંટે, કરી કેસર રંગ રોલે,

મંગળદીવો આરતી કરતાં, સુરવર જયજય બોલે…..5

ભેરી ભુંગળ તાલ બજાવત, વળિયા જિન કર ધારી,

જનની ઘર માતાને સોંપી, એણીપેરે વચન ઉચ્ચારી;

પુત્ર તમારો સ્વામી અમારો, અમ સેવક આધાર;

પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણ હાર……6

બત્રીસ કોડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે,

પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે;

કરીય અઠ્ઠાઇ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે,

દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે…..7

તપગચ્છ – ઇસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા,

સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા;

ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા,

પંડિત વીરવિજય શિષ્યે, જિન જન્મ મહોત્સવ ગાયા……8

ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ,

અતીત અનાગત કાલે અનંતા, તીર્થંકર જગદીશ;

સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઇ,

મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઇ……9

(પ્રભુને વધાવવા)

(સ્નાત્ર – પૂજા સમાપ્ત)

(અહીં કળશથી પંચામૃતનો અભિષેક કરી પક્ષાલ કરવો, પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, ક્રમશઃ અષ્ટપ્રકારી પૂજા કરવી, લૂણ ઉતારી આરતી તથા મંગળદીવો ઉતારવો)

સ્નાત્ર – કાવ્ય

મેરુ શિખર ન્હવરાવે હો સુરપતિ મેરુ શિખર ન્હવરાવે,

જન્મકાળ જિનવરજીકો જાણી, પંચ રુપ કરી આવે હો….સુર….1

રત્ન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે;

ક્ષીર સમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે હો….સુર…2

એણી પેરે જિનપ્રતિમાકો ન્હવણ કરી, બોધીબીજ માનું વાવે;

અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમપદ પાવે…હો…સુર…..3

પં. શ્રી વીર વિજયજી મ. કૃત અષ્ટપ્રકારી પૂજાના દુહા

(1) જલપૂજા – દુહો

જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ;

જલપૂજા ફળ મુજ હજો, માંગો એમ પ્રભુ પાસ..1

ૐ ર્હીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ – જરા-મૃત્યુ – નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા..1

(2) ચંદન-પૂજા – દુહો

શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ;

આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ….2

ૐ ર્હીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ – જરા-મૃત્યુ – નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા..

(3) પુષ્પ – પૂજાનો દુહો

સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ;

સુમજંતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ……3

ૐ ર્હીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ – જરા-મૃત્યુ – નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા..

(4) ધૂપ – પૂજા દુહો

ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ;

મિચ્છત્ત દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરુપ….4

ૐ ર્હીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ – જરા-મૃત્યુ – નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા..

(5) દીપક – પૂજા દુહો

દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક;

ભાવ – પ્રદીપ પ્રગટ હુવે, ભાસિત લોકાલોક…..5

ૐ ર્હીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ – જરા-મૃત્યુ – નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા..

(6) અક્ષત – પૂજા દુહો

શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ;

પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ…..6

ૐ ર્હીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ – જરા-મૃત્યુ – નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાન્ યજામહે સ્વાહા..

(7) નૈવેદ્યપૂજા – દુહો

અણહારીપદ મેં કર્યાં, વિગ્ગહ ગઇઅ અણંત;

દૂર કરી તે દીજીએ, અણાહારી શિવસંત…..7

ૐ ર્હીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ – જરા-મૃત્યુ – નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યં યજામહે સ્વાહા..

(8) ફલ પૂજા – દુહો

ઇંદ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ;

પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફલ ત્યાગ….8

ૐ ર્હીઁ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ – જરા-મૃત્યુ – નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા..

(ઉપર મુજબ અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી લૂણ ઉતારી આરતી તથા મંગળ દીવો ઉતારવાં)

લૂણ – ઉતારણ

લૂણ ઉતારો જિનવર અંગે, નિર્મળ જલધારા મનરંગે,. લૂણ…1

જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે….લૂણ….2

નયન સલુણાં શ્રી જિનજીનાં , અનુપમ રુપ દયારસ ભીનાં…. લૂણ……3

રુપ સલુણું જિનજીનું દીસે, લાજ્યું લૂણ તે જલમાં પેેસે… લૂણ…..4

ત્રણ પ્રદક્ષિણા દેઇ જલધારા,જલણ ખેપવીએ લૂણ ઉદારા….લૂણ….5

જે જિન ઉપર દુમણો પ્રાણી, તે એમ થાજો લૂણ જ્યું પાણી…લૂણ….6

અગર કૃષ્ણાગરુ કુંદરુ સુગંધે, ધૂપ કરીજે વિવિધ પ્રબંધે…લૂણ…..7

શ્રી આદિજિન – આરતી

જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા….જય….1

પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે….જય….2

દૂસરી આરતી દિનદયાળા, ધૂળેવા મંડપમાં જગ અજવાળા….જય…..3

તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા….જય….4

ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે…..જય….5

પંચમી આરતી પુન્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા…..જય…..6

શ્રી મંગળદીવો

દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો; આરતી ઉતારણ બહુ ચિરંજીવો..દીવો..1

સોહામણું ઘેર પર્વ દિવાળી; અંબર ખેલે અમરાબાળી… દીવો…2

દીપાળ ભણે એણે કુલ અજવાળી; ભાવે ભગતે વિધન નિવારી…દીવો…3

દીપાળ ભણે એણ એ કળિકાલે; આરતી ઉતારી રાજા કુમારપાળે..દીવો…4

અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક; મંગલિક ચતુર્વિધ સંઘને હોજો…દીવો…5

શ્રી શાંતિકળશ

પછી એક કુંડી લઇને તેમાં કંકુનો સાથિયો કરી, રુપાનાણું મૂકવું. પછી શાંતિકળશ કરનારને કપાળે કંકુનો ચાંલ્લો કરી અક્ષત ચોડી તેના ગળામાં પુષ્પનો હાર પહેરાવવો. પછી શાંતિકળશ કરનારે પ્રભુને અક્ષતથી વધાવવા.

પછી શાંતિકળશ કરનારના હાથમાં કંકુનો સાથિયો કરી, ઉપર કળશ મૂકવો. શાંતિકળશ કરનારે નવકાર તથા ઉવસગ્ગહરં બોલી કળશની ધાર કરવી. અને બૃહશાંતિ બોલવી.

નમોર્હત્ – સિદ્ધાચાર્યોપાધ્યાય – સર્વસાધુભ્યઃ

બૃહત્ – શાંતિ – સ્મરણ

ભો ભો ભવ્યાઃ ! શૃણત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્, યે યાત્રાયાં ત્રિભુવનગુરોરાર્હતા ભક્તિભાજઃ,

તેષાં શાંતિર્ભવતુ ભવતામર્હદાદિપ્રભાવા – દારોગ્ય શ્રી ધૃતિમતિકરી ક્લેશ વિધ્વં સહેતુઃ..1

ભો ! ભો ! ભવ્યલોકા ! ઇહ હિ ભરતૈરાવત- વિદેહ સંભવાનાં – સમસ્તતીર્થ -કૃતાં જન્મ-ન્યાસનપ્રકંપાનંતરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટા- ચાલનાનંતરં સકલસુરાસુરેન્દ્રૈઃ સહ સમાગત્ય – સવિનય – મર્હદ્ – ભટ્ટારકં ગૃહીત્વા ગત્વા કનકાદ્રિશૃંગે – વિહિતજન્માભિષેકઃ શાંતિમુદઘોષયતિ – યથા તતોડહં કૃતાનુકારમિતિ કૃત્વા મહાજનો યેન ગતઃ સ પંથા ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય શાંતિ – મુદઘોષયામિ, તત્પૂજા- યાત્રા- સ્નાત્રાદિમહોત્સવાનંતર મિતિ કૃત્વા કર્ણં દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા..

ૐ પુણ્યાહં પુણ્યાહં પ્રીયંતાં પ્રીયંતાં ભગવન્તોર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન – સ્ત્રિલોકનાથા – સ્ત્રિલોકમહિતા – સ્ત્રિલોકપૂજ્યા – સ્ત્રિલોકેશ્વરા – સ્ત્રિલોકોદ્યોતકરાઃ.

ૐ ઋષભ – અજિત – સંભવ – અભિનંદન – સુમતિ – પદ્મપ્રભ – સુપાર્શ્વ – ચંદ્રપ્રભ – સુવિધિ – શીતલ – શ્રેયાશં – વાસુપૂજ્ય – વિમલ – અનંત – ધર્મ – શાંતિ – કુંથું – અર – મલ્લિ – મુનિસુવ્રત – નમિ – નેમિ – પાર્શ્વ – વર્ધમાનાંતા – જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા.

ૐ મુનયો મુનિપ્રવરા રિપુવિજય – દુર્ભિક્ષકાંતારેષુ – દુર્ગમાર્ગેષુ રક્ષંતુ વો નિત્યં સ્વાહા.

ૐ હ્રી શ્રી ધૃતિ – મતિ – કીર્તિ કાંતિ બુદ્ધિ – લક્ષ્મી – મેધા – વિદ્યાસાધન – પ્રવેશ – નિવેશનેષુ સુગૃહીતનામાનો જયંતુ તે જિનેંદ્રાઃ .

ૐ રોહિણી – પ્રજ્ઞપ્તિ – વજ્રશ્રૃંખલા – વજ્રાંકુશી – અપ્રતિચક્રા – પુરુષદત્તા – કાલી – મહાકાલી – ગૌરી – ગાંધારી – સર્વાસ્ત્રા – મહાજ્વાલા – માનવી – વૈરુટ્યા – અચ્છુપ્તા – માનસી – મહામાનસી – ષોડશ વિદ્યાદેવ્યો રક્ષંતુ વો નિત્યં સ્વાહા.

ૐ આચાર્યોપાધ્યાય – પ્રભુતિ – ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.

ૐ ગ્રહાશ્ચંદ્ર સૂર્યાગારક બુધ – બૃહસ્પતિ – શુક્રશનૈશ્ચર – રાહુકેતુસહિતાઃ સલોકપાલાઃ સોમ – યમ – વરુણ – કુબેર – વાસવાદિત્ય – સ્કંદવિનાય – કોપેતા યે ચાન્યેડપિ ગ્રામનગર – ક્ષેત્ર – દેવતા દયસ્તે સર્વે પ્રીયંતાં પ્રીયન્તામ્ – અક્ષીણ કોશકોષ્ઠાગારા – નરપતયશ્ચ ભવંતુ સ્વાહા.

ૐ પુત્ર – મિત્ર – ભાતૃ – કલત્ર – સૃહત્ – સ્વજન – સંબંધિબંધુ – વર્ગ – સહિતાઃ નિત્યં ચામોદપ્રમોદ કારિણઃ અસ્મિશ્ચ ભૂમંડલ આયતન નિવાસિ સાધુસાધ્વી – શ્રાવક – શ્રાવિકાણાં રોગોપસર્ગ – વ્યાધિ – દુઃખ – દુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાંતિર્ભવતુ.

ૐ તુષ્ટિપુષ્ટિ ઋદ્ધિવૃદ્ધિ માંગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યંતુ દુરિતાનિ શત્રવઃ પરાડ્મુખા ભવંતુ સ્વાહા.

શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને, ત્રૈલોક્યસ્યામરાધીશ – મુકુટાભ્યચિંતાંઘ્રયે. ….1

શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન્ શાંતિ દિશતુ મે ગુરુઃ, શાંતિરેવ સદા તેષાં, યેષાં શાંતિગૃહે ગૃહે…2

ઉન્મૃષ્ટ – રિષ્ટ – દુષ્ટ – ગ્રહ – ગતિ – દુઃસ્વપ્ન – દુનિર્મિત્તાદિ, સંપાદિત – હિત – સંપન્નામ ગ્રહણં જયતિ શાંતેઃ….3

શ્રી સંઘજગજ્જનપદ – રાજાધિપરાજ સન્નિવેશાનામ્, ગોષ્ઠિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈવ્યાઁહરેચ્છાંતિમ્…4

શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રી પૌરમુખ્યાણાં શાંતિર્ભવતુ, શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ, ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.

એષા શાંતિઃ પ્રતિષ્ઠા- યાત્રાસ્નાત્રાદ્યવસાનેષુ શાંતિકલશં ગૃહીત્વા કુંકુમચંદન – કર્પૂરાગરુધૂપવાસ – કુસુમાંજલિ સમેતઃ સ્નાત્ર-ચતુષ્કિકાયાં શ્રી સંઘસમેતઃ શુચિશુચિ વપુઃ પુષ્પવસ્ત્ર – ચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા, શાંતિમુદઘોષયિત્વા, શાંતિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ.

નૃત્યંતિ નૃત્યં મણિપુષ્પવર્ષ, સૃજંતિ ગાયંતિ ચ મંગલાનિ, સ્તોત્રાણિ ગોત્રાણિ પંઠતિ મંત્રાન્, કલ્યાણભાજો હિ જિનાભિષેકે…1

શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવંતુ ભૂતગણાઃ, દોષાઃ પ્રયાંતુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ …..2

અહં તિત્થયરમાયા, સિવાદેવી તુમ્હ નયરનિવાસિની, અમ્હં સિવં તુમ્હ સિવં, અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા….3

ઉપસર્ગાઃ ક્ષયં યાંતિ, છિદ્યન્તે વિધ્નવલ્લયઃ, મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે….4

સર્વમંગલ માંગલ્યં, સર્વકલ્યાણકારણમ્, પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્….5

શ્રી ચૈત્યવંદન વિધિ

(પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં)

ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મત્થએણ વંદામિ..1

ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મત્થએણ વંદામિ…2

ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મત્થએણ વંદામિ…3

(પછી જમણો ઢીંચણ ભોંય પર સ્થાપી, ડાબો ઢીંચણ ઉભો રાખી યોગમુદ્રાએ બે હાથ જોડી ચૈત્યવંદન કરવું)

ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ચૈત્યવંદન કરું ? ઇચ્છં.

સકલકુશલવલ્લી પુષ્કરાવર્તમેઘો,

દુરિતતિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ,

ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહેતુઃ,

સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાંતિનાથ, શ્રેયસે પાર્શ્વનાથઃ

શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવનસ્વામીઃ

અષ્ટકર્મ – રિપુ જીતીને, પંચમી-ગતિ પામી…1

પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ,

પ્રભુ નામે ભવ ભય તણાં, પાતક સબ દહીએ….2

ૐ હ્રીં વર્ણ જોડી કરીએ, જપીએ પાર્શ્વ નામ,

વિષ અમૃત થઇ પરગમે, લહીએ અવિચળ ઠામ…

જંકિચિ સૂત્ર

જંકિંચિ નામ તિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ,

જાઇં જિણબિંબાઇં, તાઇં સવ્વાઇં વંદામિ….1

(નમુત્થુણંથી શરુ કરી જાવંતિ કેવિસાહુ સુધી બોલવું. પછી ઉવસગ્ગહરં અથવા સ્તવન બોલવું, ત્યારબાદ જયવીયરાય કહેવું.)

(પછી ઉભા થઇ)

અરિહંત ચેઇઆણં સૂત્ર

અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસગ્ગં વંદણ – વત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્પેહાએ, વઢ્ઢમાણીએ, ઠામિ કાઉસગ્ગં.

અન્નત્થ સૂત્ર

અન્નત્થ ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઇએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં, એવમાઇએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો, જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ, તાવ કાયં, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ.

(હવે કાઉસ્સગ્ગ આકારે ઉભા રહી મનમાં એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. તે નીચે પ્રમાણે)

નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ-પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં.

(કાઉસ્સગ્ગ પારી નીચે પ્રમાણે નમોર્હત્ કહી એક થોય કહેવી)

નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ

થોય

પાસ જિણંદા વામાનંદા, જબ ગરભે ફળી,

સુપના દેખે અર્થ વિશેષે, કહે મઘવા મળી;

જિનવર જાયા, સુર હુલરાયા, હુઆ રમણી પ્રિયે,

નેમિ રાજિ ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીએ.

(પછી ખમાસમણ દેવું)

ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મત્થએણ વંદામિ.

(ચૈત્યવંદન વિધિ સમાપ્ત)

Also Read : શ્રી અજિતશાંતિ સ્તોત્ર

By admin

Leave a Reply