Tara Mast Gulabi Gaal - તારા મસ્ત ગુલાબી ગાલ..
તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયાળી (2)
રુદિયાના રાજા મારા, તું ક્રિષ્ના હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયાળી (2)
રુદિયાના રાજા મારા, તું ક્રિષ્ના હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયાળી (2)
If you want to listen click below :
દિલમાં જાગે સ્પંદન, ભીના ભીનાં નયન,
જાણે આ પહેલી મુલાકાત,
વહાલ કરું તને, ચુમીઓ ભરું તને,
ભરી દઉં તુજને પ્રભુ ! બાથ,
નાથ છે મારો તું, પણ લાગે છે દોસ્તારી.. (2)
મન મોરલી વગાડો તો, તું ક્રિષ્ના હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયાળી (2)
**આંખોમાં આંસુ છે, જાણે ચોમાસું છે, **
આવે છે મને પ્રભુ ! તારી યાદ;
મિલનની તાલાવેલી, હાથમાં તારી હથેલી,
ઝંખું છું એક પ્રભુ! તારો સાથ,
હું રાજીમતી તારી, હે નેમ! પ્રભુ ગિરનારી…(2)
મારો પ્રેમ સ્વીકારો તો, તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણીયાળી…
રુદિયાના રાજા મારા! તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણીયાળી… (2)

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)